સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગત એવી છે કે, સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા ગુના રજી. નંબર 224/22 પ્રોહી.એક્ટ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી દિવ્યેશ ઉર્ફે દેવલો ગણેશભાઈ ઉર્ફે ગુણવંતભાઇ ચૌધરી (રહે.મંગળીયા ગામ, નિશાળ ફળીયુ, તા.ડોલવણ) જેઓ ગતરોજ સોનગઢ-વ્યારા હાઇવે પર આવેલા ડોસવાડા ગામના પાટિયા પાસે આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.
જે બાતમીનાં આધારે તપાસ કરતાં ડોસવાડા ગામ પાસેથી વોન્ટેડ દિવ્યેશ ઉર્ફે દેવલો મળી આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે આરોપીની પૂછપરછ દરમિયાન સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહી.ના ગુનામાં સંડોવાયેલ હોવાનુ અને પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. આમ, આરોપી દિવ્યેશ ઉર્ફે દેવલા વિરુધ્ધ CRPCની કલમ-41(1) I મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500