વ્યારા તાલુકાનાં વીરપુર ગામે રેલ્વે ફાટક પાસે નાસ્તાની દુકાન ચલાવતા યુવકે કોઈક અગમ્ય કારણસર પોતાની દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી. બનાવની વિગત એવી છે કે, વ્યારાનાં વીરપુર ગામમાં વીરપુર ફાટક પાસે આવેલા મહાકાલી મંદિરની દેખરેખ રાખતા મુન્નાભાઈ અંસારીના બે સંતાનો પૈકી એક જાવિદ મુન્નાભાઈ અંસારી (ઉ.વ.24) રેલ્વે ફાટક પાસે સરના કોલા સાથે નાસ્તાની દુકાન ચલાવતા હતા. પરંતુ તેને તા.24/12/21નાં રોજ રાત્રીનાં સમયે પોતાની દુકાનમાં છતની લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ સહેજાદ અંસારીએ વ્યારા પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application