Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : વાહન માલિકો માટે થશે ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે ઇ-ઓક્સન શરૂ

  • February 11, 2021 

તાપી જિલ્લામાં એ.આર.ટી.ઓ દ્વારા ફોર વ્હિલર (LMV) વાહનોના પસંદગીના નંબરો માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્સન શરૂ કરવામાં આવેલ છે. જે મુજબ કચેરી ખાતે માટે  GJ-26-AB, તેમજ મોટર-સાયકલ માટેના નંબર માટેની સીરીઝ  GJ-26-AA, AC, Q, R, S (RE-AUCTION) માટે શરૂ કરવામાં આવનાર છે.

 

 

આ હરાજીની અરજી તા.13.02.2021 સુધી ઓનલાઈન કરવાની રહેશે. જેમાં  http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી ઇચ્છુક વાહન માલિકો ભાગ લઈ શકશે. (ઇ-ઓક્શન) હરાજીનું બિડિંગ તા.14.02.2021 થી તા.16.02.2021ના રોજ બપોરે 14.00 દરમિયાન ઓપન થશે.

 

 

અરજદારોએ ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે. વધુમાં સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application