વાલોડ તાલુકાનાં જુદાં-જુદાં ગામોમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂનાં મુદ્દામાલ સાથે 4 મહિલા અને 1 ઈસમ ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો શનિવારે અને રવિવારે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં જુદાં-જુદાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે,
નાલોઠા ગામેથી દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
નાલોઠા ગામનાં ગામીત ફળિયામાં રહેતી, સંગીતાબેન લલ્લુભાઈ ચૌધરીએ પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી પજારીના ભાગે વગર પાસ પરમિટે સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી,
ઈનમા ગામેથી દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
ઈનમા ગામનાં આમલીમોરા ફળિયામાં રહેતી, મધુબેન ગીરીશભાઈ હળપતિએ પોતાના ઘરની બાજુમાં પજારીના ભાગે વગર પાસ પરમિટે સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી,
બાજીપુરા ગામેથી દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
બાજીપુરા ગામનાં પુલ ફળિયામાં રહેતી, તારાબેન ભીખાભાઈ રાઠોડએ પોતાના ઘરની પાછળ આવેલ પજારીના ભાગે વગર પાસ પરમિટે એક પ્લાસ્ટિકનાં કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી,
ગોડધા ગામેથી દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
ગોડધા ગામનાં નવીવસાહત ફળિયામાં રહેતી, રંજનબેન રાજુભાઈ નાયકાએ પોતાના ઘરની પાછળ પજારીમાં વગર પાસ પરમિટે એક પ્લાસ્ટિકનાં કેનમાં મૂકી રાખેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી,
કોસંબીયા ગામેથી દેશી દારૂ બનાવવા રસાયણ સાથે ઈસમ ઝડપાયો
કોસંબીયા ગામનાં દુકાન ફળિયામાં રહેતા, કલ્યાણભાઈ બાબુભાઈ ગામીતએ કોતારડામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી ભઠ્ઠીના સાધનો સહીત દેશી દારૂ બનાવવા માટેનું ગોળ પાણીનું રસાયણ સાથે વગર પાસ પરમિટે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા,
બનાવ અંગે પોલીસ કર્મીનાં ફરિયાદના આધારે, 4 મહિલા અને 1 ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500