વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે સુરક્ષા આપતું કોરોના રસીકરણ અભિયાન તાપી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો ઉપર રસીકરણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતું..
જેમાં પ્રજાપતિ સમાજની વાડી , લક્ષ્મીપેલેસ સુરતી બજાર, જૈન સમાજની વાડી, આર.એસ.એસ કાર્યાલય, ડી. કે. પાર્ક. હનુમાન મંદિર પાસે વ્યારા ખાતે કોરોના વેક્કસીનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અંગે કામગીરી કરવા વ્યારા તાલુકાના સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓની બેઠક કરી જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500