કુકરમુંડા તાલુકાનાં પરોડ ગામની યુવતી સાથે કુકરમુંડાનાં મોરંબા ગામના ખાલસાપાડા ફળિયામાં રહેતા યુવક વચ્ચે પ્રેમ સંબધ હતો. જેથી બંને પ્રેમી પંખીડા વચ્ચે ગતરોજ થયેલ વાતમાં પ્રેમીએ યુવતીને લગ્ન કરવા કેહતા યુવતીએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમીને માઠું લાગી આવ્યું હતું. જેથી પ્રેમી યુવક પ્રેમિકાના ઘરે વાંસના લાકડા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કુકરમુંડાનાં પરોડ ગામના રેહવાસી જીતેન્દ્રભાઈ રાદયાભાઈ ગાવિતની છોકરી સેજલબેન જીતેન્દ્રભાઈ ગાવિત તેમજ કુકરમુંડાનાં મોરંબા ગામના ખાલસાપાડા ફળિયાના રહેવાસી શૈલેષભાઈ રતિલાલભાઈ વસાવા (ઉ.વ.24) બંને પ્રેમ સંબધમાં જોડાયેલા હતા. પરંતુ યુવક પ્રેમીએ પ્રેમિકાને લગ્ન કરવા કેહતા પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા યુવક પ્રેમીને મનમાં માઠું લાગી આવ્યું હતુ.
જેથી યુવકે પ્રેમિકાના ઘરે વાંસના લાકડા સાથે દુપટ્ટો બાંધીને પોતના રીતે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મરણ જનાર યુવકના નાનો ભાઈ કૈલાશભાઈ વસાવાએ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500