આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ કરાયો છે.
તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ માટે આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, કે વ્યક્તિઓની ટોળી આ કચેરીમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૨૪/૦૬/૨૦૨૨ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનારા વ્યક્તિઓ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application