Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઉચ્છલ તાલુકા કક્ષાના મિલેટ મેળો યોજાયો

  • October 27, 2023 

લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. જિલ્લામાં મિલેટ ધાન્ય પાકો અંગે ખેડૂતો અને લોકોમાં જન જાગૃતિ ફેલાય તથા લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે જિલ્લા ખેતીવાડી કચેરીના ઉપક્રમે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રિસર્ચ કુષિ વૈજ્ઞાનિકશ્રી દ્વારા પ્રાકૃતિક અને અદ્યતન કૃષિ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી.



આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખએ મિલેટ્સનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે મિલેટ ધાન્ય પાકો વિવિધ મિનરલથી ભરપૂર હોય છે જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. વધુમાં ઉમેર્યુ હતુ કે, આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય પાકો લુપ્ત થતાં જાય છે જેથી તેનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા સરકારશ્રી તરફથી જન જાગૃતિ વધારવા માટે આ મિલેટ મેળાઓ યોજવામાં આવે છે જેનો આપણે લાભ લેવો જોઇએ. કાર્યક્રમમાં મિલેટસ પાકો અને તાપી જિલ્લા મુખ્ય મિલેટ જુવાર પાક અંગે કેવીકે તાપીના વડા ડૉ.સી.ડી.પંડ્યાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આપણે પરંપરાગત પધ્ધતીથી કરતા આવ્યા છીએ પરંતુ હવે આપણે યોગ્ય સ્ટ્રેટજીથી ખેત પધ્ધતી કરી વધુ ઉત્પાદન અન પોષકક્ષમ ભાવો મેળવવું જરૂરી છે.



ડોક્ટર દ્વારા મિલેટસ પાકોમાં મુલ્ય વર્ધ્ન અને તેના બજાર મુલ્ય અંગે ખેડૂત મિત્રોને એક્સપર્ટ લેક્ચર આપ્યો હતો તેમજ પાક સંરક્ષણ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ખેતીવાડી અધિકારીએ સ્વાગત પ્રવચન થકી મિલેટ્સ ફેસ્ટીવલ અંગે જાણકારી આપી હતી. જેમાં મિલેટસના રોજીંદા જીવનમાં મહત્વ અંગે સમજ કેળવી હતી. તથા એવા અનાજ જેના ઉપયોગ થકી શરીરને ખરેખર પોષણ મળે છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્મામિત કરાયા હતા. આ સાથે વિવિધ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે એસેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ તાપી જિલ્લાના વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના ખેતપેદાશોના સ્ટોલ પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application