મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં સાકરદા ગામની સીમમાંથી પસાર થતાં બેડકીનાકા ચેક પોસ્ટ ઉપરથી વગર પાસ પરમિટે મોપેડ ઉપર દારૂ લઈ જતાં બે યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો બેડકી નાકા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન નવાપુર હાઇવે રોડ ઉપરથી એક મોપેડ ઉપર આગળના ભાગે બેગમાં બે યુવકો કંઈક લઈને આવતા હોય તેઓની ઉપર શંકા જતા પોલીસે મોપેડ ચાલકને ઈશારો કરી ઉભી રખાવતા મોપેડ ચાલકે પોતાનું વાહન ઊભું રખાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા ચાલકે પોતાનું નામ વિપુલભાઈ હરીશભાઈ ચૌધરી (ઉ.વ.23., રહે.સેજવાડ ગામ, નહેર ફળિયું, બારડોલી) અને મોપેડની પાછળ બેસેલ યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ પારસભાઈ નરેશભાઈ ઢોડિયા (ઉ.વ.21., રહે.દેલવાડા ગામ, આઝાદ ફળિયું, તા.વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બેગ ખોલી જોતા તેમાંથી વગર પાસ પરમીટે ઇંગ્લિશ દારૂની અલગ અલગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500