મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢથી લક્કડકોટ જતા રોડ ઉપર પરોઠા હાઉસ પાસેથી મોપેડ બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો બુધવારનાં રોજ સાંજનાં સમયે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સુઝુકી કંપની મોપેડ બાઈક ઉપર બે યુવકો દારૂનો જથ્થો લઈને લક્કડકોટથી સોનગઢ તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોનગઢથી લક્કડકોટ જતા રોડ ઉપર પરોઠા હાઉસ પાસે રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે સમયે બાતમી વાળી મોપેડ બાઇક નંબર જીજે/05/એસઝેડ/4432ને આવતા જોઈ લાકડીના ઈશારે મોપેડ બાઇકને ઉભો રાખવાનો ઈશારો કરતા મોપેડના ચાલકે બાઈક ઉભી રાખી હતી. જોકે મોપેડ બાઈક પર સવાર બંનેનું યુવકોનું નામ પુછતા મોપેડ ચાલકે પોતાનું નામ અજયભાઈ કેશુભાઇ રાઠોડ (રહે.ઓડગામ, નવું ફળિયું, બારડોલી) ના હોવાનું જણાવેલ હતું.
તેમજ તેની પાછળ બેસેલી યુવકનું નામ પુછતા તેણે પોતાનું નામ રાકેશભાઈ ભાઈદાસભાઈ ગામીત (રહે. ઓડગામ, નવું ફળિયું, બારડોલી)ના હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ પોલીસે બાઈક પર મુકેલ સફેદ કલરની ફૂલવાળી કાપડની થેલીમાં તથા મોપેડની ડીકીમાં તપાસ હાથ ધરતા ઈંગ્લીશ દારૂની છૂટી કુલ 173 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 8,650/- હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો અને 2 નંગ મોબઈલ તેમજ મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 44,150/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500