મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં વિરપુર બાય પાસ હાઈવે રોડ ઉપરથી પોલીસે તરસાડી ગામનાં બે ઈસમો પાસેનાં એક બેગમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગુરૂવાર નાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે એક નંબર વગરની સિલ્વર કલરની બજાજ કંપનીની પલ્સરની ગાડી ઉપર બે ઈસમો સોનગઢ તરફથી એક કાળા કલરની બેગમાં ઈંગ્લીશ દારૂ ભરી વ્યારા તરફ આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો વિરપુર બાય પાસ હાઈવે રોડ ઉપર વોચમાં ઉભા હતા. તે દરમિયાન નંબર વગરની ગાડી આવતાં જોઈ પોલીસે તેને દુરથી લાકડીના ઈશારે ઉભા રહેવાનો ઈશારો કરતા રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી હતી.
ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ ઈમરાન મેહબૂબભાઈ રંગરેજ અને પાછળ બેસેલનું નામ સમ્યુલભાઈ રામભરોસે બાલ્મીક (બંને રહે.તરસાડી ગામ, માંગરોળ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ગાડી ઉપર એક કાળા કલરના બેગમાં તપાસ હાથ ધરતા બેગમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની 18 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9 હજાર હતી.આમ પોલીસે બાઈક અને ઈંગ્લીશ દારૂની બોટલો મળી કુલ રૂપિયા 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500