Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : જુગાર રમાડનાર બે અને જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા, એક વોન્ટેડ

  • August 07, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : છેલ્લા કેટલા દિવસોથી જાહેરમાં જુગાર રમતા જુગારીઓને પોલીસ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવા છતાં જુગારીઓમાં કોઈ ડરનાં હોય તેમ જુગાર રમતા પોલીસ રેઈડમાં ઝડપાઈ રહ્યા છે. તાપી જિલ્લાનાં વ્યારા અને સોનગઢમાંથી પોલીસે જુગાર રમતા કેટલાક ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તાપી LCB પોલીસે તારીખ 04/08/2023નાં રોજ વ્યારા તાલુકાનાં વેલ્દા ગામનાં જી.ઈ.બી.ની પાસે ડુગરી ઉપર મોબાઈલ ફોનમાં આવતાં જતાં લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હાર જીતનાં આંકડા ઉપર પૈસા વતી જુગાર રમાડતા ઝડપાઈ ગયા હતા અને આ કામે વ્યારાના એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે પોલીસે બંને પાસેથી 3 નંગ મોબાઈલ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 14,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



જુગાર રમાડનાર બે ઈસમો..

1.ટીવન્સ ટીન્કલ પીયુષભાઈ ગામીત (રહે.છીંડીયા ગામ, નવી કોલોની, વ્યારા),

2.મહેન્દ્ર વસનજીભાઈ ગામીત (રહે.પેરવડ ગામ, હોળી ફળિયું, વ્યારા) અને

3.વોન્ટેડ જીગ્નેશ ઉર્ફે જીગો માછી રામુભાઈ ઢીમ્મર (રહે.સ્મશાન પાસે, વ્યારા).



જયારે સોનગઢ પોલીસે તારીખ 05/08/2023નાં રોજ મળેલ ખાનગી બાતમીના આધારે, સોનગઢનાં બાપા સીતારામ નગરમાં વિશાલગીરી ભાનુગીરી ગોસ્વામીનાં ઘરના ઓટલા ઉપર નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે પોલીસે જુગાર રમવાના સાધનોમાં ગંજી પાનાની આઠ કેટ, દાવ પરના રૂપિયા અને જુગાર રમવા માટે હાથ ઉપર રાખલે રૂપિયા મળી કુલ 2,120/-નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


જુગાર રમતા ઝડપાયેલ ચાર જુગારીઓ...

1.સંજયગીરી દગડુગીરી ગોસ્વામી (રહે.બાપા સીતારામ નગર, સોનગઢ),

2.વિજેશગીરી સોમગીરી ગોસ્વામી (રહે.બાપા સીતારામ નગર, સોનગઢ),

3.વિશાલગીરી ભાનુગીરી ગોસ્વામી (રહે.બાપા સીતારામ નગર, સોનગઢ) અને

4.ગગનગીરી ગોવિંદગીરી ગોસ્વામી (રહે.બાપા સીતારામ નગર, સોનગઢ).


બનાવ અંગે ઝડપાયેલ તમામ જુઆરીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, અને વ્યારાના એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application