Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં 2 અને ગડતમાં 1 બાઈક ચાલકે જાહેરનામાનો ભંગ કરતા કાર્યવાહી

  • May 08, 2021 

ડોલવણ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારના રોજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન ડોલવણના પોલીસ સ્ટેશન  પાસે વ્યારા-ઉનાઈ તરફ જતા રસ્તા પરથી મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક (નં.જીજે/આર/એઆર/9061)નો ચાલક આરીફ મહમદ મુલતાની રહે.મુલતાની ફળિયું, ઝંખવાવ ગામ,તા.માંગરોળ,જી.સુરત, નાનો પોલીસ ચેકિંગમાં ઝડપાઈ ગયો હતો. 

 

 

 

 

જયારે ડોલવણના રોડ પરથી પસાર થતા જાહેર રસ્તા પર મોઢે માસ્ક પહેર્યા વગર આવતો બાઈક (નં.જીજે/19/આર/3966) નો ચાલક સુરેશ સંજય કોટવાડિયા રહે.ઉંચી ફળિયું, મહુવારીયા ગામ,તા.મહુવા,જી.સુરત અને ગડત ગામના તળાવ પાસેથી પસાર થતા જાહેર રોડ પરથી બાઈક (નં.જીજે/26/આર/8640) નો ચાલક સંદીપ દિલીપ ગામીત રહે.જુના નાકા ફળિયુ, ગડત નાઓને ઝડપી પાડવામા આવ્યા હતા.

 

 

 

 

ત્રણેય જુદાજુદા બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ત્રણેય બાઈક ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application