ડોલવણ તાલુકાના કલકવા ચૌધરી ફળિયામાં ખેડૂત કમલેશભાઈ એન ચૌધરીની દિકરી હેતલના લગ્ન પ્રસંગે પારંપારિક સંસ્કૃતિના દર્શન થયા હતા. વ્યારા તાલુકાના વાસકુઈ ગામથી વરરાજા તેજસ વિજયભાઈ ચૌધરી જાન લઈને આવ્યા હતા.
હાલમાં જ આદિવાસી વિસ્તારમાં પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ચૌધરી, ગામીત, ઢોડિયા લોકો ઉત્સુક બન્યાં છે ત્યારે કન્યાના પિતાએ આદિવાસી રિવાજ મુજબ વરરાજાને માંડવે લાવવા ચૌધરી જ્ઞાતીના રિવાજને અપનાવી અલગ ચીલો ચાતરીને જાનૈયાઓને અમૂલ્ય વારસાની યાદ અપાવી હતી.
વરરાજાને શણગારેલા બળદ ગાડામાં બેસાડી ગામડાની રીતે વટભેર વરઘોડો કાઢ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં અસલ સંસ્કૃતિ ફરી શરૂ થતાં આવનારી પેઢી પોતાના પૌરાણિક રિત-રીવાજો જાણે,સમજે તેમજ આધુનિક જમાનામાં પોતાની સંસ્કૃતિ ટકાવવા મથામણ કરે તે ખૂબ જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500