તાપી જિલ્લાની 181 મહિલા હેલ્પ લાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાઉન્સિલ કરી તો મહિલા દ્વારા જાણવા મળેલ કે, તેમના માતા-પિતાની એક જ દિકરી હોવાથી અને કોઈ આશ્રય ના હોવાથી માતા-પિતાની ખેતી વાડી સાચવવા માટે તેઓએ લગ્ન કરીને ઘર જમાઈ લાવ્યાં હતાં. જોકે મહિલાનો પતિ નોકરી કરે છે અને મહિલા તેમના માતા-પિતા સાથે રહી ખેતી વાડી સાચવે છે જેથી મહિલા અને તેમના પતિ ધર્મનું બધું જ સાચવી લેય છે.
પરંતુ મહિલાનો પતિ નોકરી પર જાય ત્યારે પિતા દ્વારા મહિલાને હેરાનગતિ કરે છે અને તેમનાં પિતા અપશબ્દો બોલી તેમને ત્રાસ આપે છે મહિલા ના પિતા ઘરમાં કે ખેતી વાડીમાં કોઈ મદદ નથી કરતાં અને મહિલાના બચાવમાં તેમની માતા વચ્ચે બોલે તો તેમને પણ અપશબ્દો બોલે છે, મહિલાના પિતાને બોલવાનું ભાન ના રહેતાં પિતાના ત્રાસથી મહિલાએ તાપી 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લેતાં ટીમ દ્વારા સ્થળ પર પહોંચતાં મહિલાના પિતાને સમજાવવામાં આવ્યું હતું કે, મહિલા તથા તેમની માતાને અપશબ્દો નહીં બોલે તેવી સમજણ આપી હતી.
જોકે મહિલાના પિતાને તેમની દિકરી અને જમાઈ જોડે રહે એ વાતથી કોઈ સમસ્યા ના હતી. પરંતુ પૈસા માટે તેમને ત્રાસ આપે છે તેમ જાણવા મળેલ ટીમ દ્વારા મહિલાના પિતાને જવાબદારી નું ભાન કરાવેલ તથા હવે પછી અપશબ્દો નહીં બોલે તેમ તેઓ ખાતરી આપતાં તેમની વચ્ચે સુખદ સમાધાન કરાવેલ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500