Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : દારૂનાં ગુનામાં નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

  • August 02, 2023 

તાપી જિલ્લા તથા બહારના જિલ્લાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસ વડાના સુચનાનાં આધારે તાપી જિલ્લાની S.O.G.ની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસ કર્મચારીઓને મળેલી માહિતીનાં આધારે દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ શૈલેષગીરી ગોસ્વામી, સુંદર ભંગીયાભાઇ ગામીત, જતીન શુકરીયાભાઇ ગામીતને તાપી જિલ્લા S.O.G.ની ટીમ દ્વારા જુદા-જુદા સ્થળોએથી ઝડપી પાડયા હતા. જેમાં સુરત જિલ્લાનાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ગુનાહિત ઇતિહાસ ધરાવતા વોન્ટેડ આરોપી વિકી શૈલેષગીરી ગોસ્વામી (રહે.હાથી ફળીયુ, સોનગઢ), બીજો આરોપી સોનગઢ પોલીસ સ્ટેશનમાં દારૂનાં ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી સુંદર ભંગીયાભાઇ ગામીત (રહે.લક્કડકોટ, બંગલી ફળીયું, નવાપુર), જ્યારે ત્રીજો આરોપી ડોલવણ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી જતીન શુકરીયાભાઇ ગામીત (રહે.મેઢસીંગી ગામ, આમલી ફળીયું, સોનગઢ) આ ત્રણેય આરોપીને તાપી જિલ્લા S.O.G.એ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application