તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ સોનગઢના આરોગ્ય અધિકારી ડો.દીપક ચૌધરી તેમજ સ્ટાફની ઉપસ્થિતમાં શનિવારે સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતેથી થર્ડ વેવ જન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજ્યમાં ત્રીજી લહેર આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. તેથી લોકો કોરોના મહામારી બાબતે જાગૃત રહે તે માટે જન જાગૃતિ રથ સાથે આરબીએસકે ટીમ સાથે ગામડે-ગામડે જઈ કોરોના વેકિસનેશન, માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા તેમજ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા અંગેનો પ્રચાર પ્રસાર કરશે તેમજ તાવ, શરદી, ખાંસી, ઝાડા, ડાયાબીટીસ, અને ચામડીના રોગોની બીમારીવાળા દર્દીઓનું નિધન કરી સ્થળ પર પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવશે. આ રથ તરફથી જરૂરિયાત મંદ દર્દીઓને આયુર્વેદિક અને હોમેયોપેથીક દવા પણ આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500