વાલોડના રોયલ પાર્કમાં રહેતા વેપારીના ઘરમાં રાત્રે તસ્કરો બારીમાંથી ઘુસ્યા હતા અને સુતેલા પરિવારના સભ્યના રૂમના બહારથી દરવાજાના અડાગરા મારી દીધા હતા. ત્યારબાદ બિલ્લી પગે ઘરમાં કબાટ તોડી અંદરથી 1,45,500/-નું સોનુ અને 55000/- રોકડા આમ મળી રૂપિયા 1,95,500/-ની ચોરી કરી ચોરટાઓ ભાગી ફરાર થઈ ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલોડ ખાતે બાયપાસ રોડ પર રોયલ પાર્ક સોસાયટીમાં મકાન નંબર-36 અને 37માં રહેતા મોબાઈલના વેપારી સલીમભાઇ હસમભાઇ મેમણના ઘરમાં રાત્રીના બે વાગ્યા પછીના સમયે તસ્કરો ઘરમાં સ્લાઇડર બારીમાંથી લોક ખોલી ઘુસ્યા હતા અને બેઠક રૂમમાં જ મુકવામાં આવેલ તિજોરીઓ તોડી પાડી સોના-ચાંદીના ઘરેણાં જેની કીંમત રૂપિયા 1,45,500/- અને રોકડા રૂપિયા 55000/- મળી કુલ રૂપિયા 1,95,500/-ની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા અને રાત્રિના સમયે ચોરટાઓ ઘરનાં ઓટલા પર મૂકેલ બારીનો લોક કોઈક તીક્ષણ હથિયાર વડે ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં બે પુત્રો તેમની પરિવાર સાથે સૂતેલ હોય તસ્કરોએ તેમના રૂમના દરવાજાનું અડાગલુ બંધ કરી બિલ્લી પગે ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ મોડી રાતે પરિવાર પોતાના રૂમમાં ઊંઘવા ગયા હતા. ત્યારબાદ ચોરોએ ચોરીની ઘટનાનો અંજામ આપ્યો હતો. સલીમભાઈ અને તેમના પત્ની કાયમ આગલા રૂમમાં સૂતાં હતા પરંતુ ગતરોજ બપોરે સલીમભાઈ અને એમના પત્ની સામાજિક કામે સુરત ગયા હોવાથી રાત્રીના સમયે ઘરે પરત આવ્યા ન હતા.
સલીમભાઇ બંને પુત્રો સવારે ઉઠતા દરવાજા નહિ ખુલતા પાછલા બારણેથી બહાર નીકળી મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ચોરી થયા હોવાનું જાણ થતા વાલોડ પોલીસને જાણ કરી હતી. ઘર માલિક સલીમભાઇ સુરતથી બપોરે 12:00 કલાકે આવતા ચોરી મોટી થઇ હોવાનું જણાવ્યું હતું. ચોરો જાણભેદુ હોવાની હાલ શંકાને આધારે વાલોડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500