મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ તાલુકાનાં દેગામા ગામનાં ધોધીયા ફળિયામાં આવેલ સુમનભાઈ પોહલાભાઈ ગામીતનાં ઘરની સામે આવેલ રોડ ઉપર એક અજાણ્યા ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાલોડનાં દેગામા ગામનાં ધોધીયા ફળિયામાં આવેલ સુમનભાઈ પોહલાભાઈ ગામીતનાં ઘરની સામે આવેલ રોડ ઉપરથી 22 વર્ષીય નિખીલભાઈ ગુમનાભાઈ ગામીત નાઓ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની સાઈન બાઈક નંબર GJ/26/AD/6372 લઈ ગુરુવારનાં રોજ સાંજનાં ચાર વાગ્યાનાં સમયે કપુરા ગામ તરફ જતો હતો.
તે દરમિયાન એક અજાણ્યા ટેમ્પો ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નિખીલભાઈની મોટરસાઈકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો, જયારે આ અકસ્માત બાદ ટેમ્પો ચાલક પોતાના કબ્જાનો ટેમ્પો સ્થળ ઉપરથી લઈ ભાગી છુટ્યો હતો.
જોકે આ અકસ્માતમાં નિખીલભાઈને માથાનાં ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ અને શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે અમિતભાઈ ગામીતએ અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500