Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કટાસવાણ ગામ પાસેથી દારૂની 104 બોટલો સાથે યુવક ઝડપાયો

  • June 29, 2021 

ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ ગામ પાસેથી એક યુવક દારૂની 104 બોટલો સાથે ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એક ઈસમને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો સોમવારે બપોરના સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેના પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, કટાસવાણ ગામનાં પટેલ ફળીયાનાં રસ્તા ઉપર એક યુવક ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ સાથે આવનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી બજાજ ડિસ્કવર મોટરસાઈકલ નંબર જીજે/05/ઈજે/6977ને આવતા તેને અટકાવી બાઈક ચાલકનું નામ પૂછતા યુવકે પોતાનું નામ સુનિલભાઈ મહેશભાઈ ગામીત રહે.નાનીચીખલી ગામ, નાગદેવ ફળિયું, વ્યારાનો હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

ત્યારબાદ પોલીસે યુવક પાસેના બેગની તપાસ કરતા બેગમાંથી દારૂની 104 બોટલો  મળી આવી હતી તેમજ પકડાયેલા યુવકની અંગઝડતી કરતા શરીરે છાતીના ભાગે ગોળ વિટાળી સેલો ટેપથી ચોટાડેલ બોટલો પણ મળી આવી હતી. પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂની બોટલો આપનાર કાકા વાઈન શોપનો એક અજાણ્યો ઈસમ હતો જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

આમ, પોલીસે દારૂની 104 બોટલો જેની કીંમત રૂપિયા 12,800/- અને 3000નો એક મોબઈલ ફોન  તેમજ 15 હજારની મોટરસાઈકલ મળી કુલ રૂપિયા 30,800/-નો મુદામાલ કબ્જે કરી બની આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application