વ્યારા તાલુકાના બોરખડી ગામની મહિલા સરપંચ સુનિતાબેન અજીતભાઈ ચૌધરીના પરિણીત પુત્ર અને નજીકના ગામમા પતિ સાથે છૂટાછેડા લઈ પિતાને ત્યાં નાના બાળક સાથે રહેતી 26 વર્ષીય યુવતી વચ્ચે પ્રેમ સંબંધને કારણે બંને પ્રેમી ઘર છોડી વ્યારા ખાતે ભાડાના મકાને રહેવા લાગ્યા હતા. જે અંગેની જાણ સરપંચ સુનિતાબેનને થતા ગત તારીખ 23 નવેમ્બરના રોજ બાઈક પર બેસી પુત્ર અને તેની પ્રેમિકા વ્યારાથી કપુરા જઈ રહ્યા હતા.
તે સમયે કપુરા ગામ નજીક સ્વીફ્ટ કાર તથા અન્ય એક ફોર વ્હીલ મળી બે ગાડી લઈ સુનિતાબેન ચૌધરી તેનો પતિ અજીતભાઈ ચૌધરી અને સ્નેહલ ચૌધરી નામનો યુવક તથા અન્ય એક શખ્સ (તમામ રહે.બોરખડી ગામ, તા.વ્યારા)ની મદદથી પ્રેમિકા યુવતીનું અપહરણ કરાવ્યું હતું અને વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે ચાર રસ્તા પર લઈ જઈ ગાડીમાંથી ઉતારી જાહેરમાં પતિ તથા સંબંધી પાસ્ટરની મદદથી સરપંચ છે કાતરથી યુવતીના વાળ કાપ્યા હતા અને બરડા ઉપર અને જાંગના ભાગે લાકડીના સપાટા મારવા સાથે લાતો મારી હતી. ત્યારબાદ યુવતીનો પેન્ટ કાઢી લઈ જાહેરમાં અત્યાચાર ગુજારીયો હતો.
જે અંગે સરપંચ સુનિતાબેન ચૌધરી અને તેના સાથીદારો સામે પોલીસ મથકે ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને સમાજના આગેવાનો તથા ગ્રામજનોએ આ ઘટનાની નિંદા કરી કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી મહિલા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવાની માંગ કરી હતી ત્યારબાદ પોલીસ રિપોર્ટના આધારે વ્યારા ટી.ડી.ઓ. તથા તપાસ હાથ ધરી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં રિપોર્ટ રૂપિયો હતો. જે અંગે હાથ ધરી મહિલા સરપંચનું નિવેદન લઈ જથ્થો ચકાસી બુધવારે જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59 (1) મુજબ સરપંચ સુનિતાબેન ચૌધરીને ફરજ મોકૂફ કરતા ચકચાર મચી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500