વ્યારા નગરમાં ખાઉધરા ગલીમાં નાસ્તાની લારી મૂકવા બાબતે પાલિકામાં જઈને લારી ધારકના ભાઈએ દબાણ ખાતાના અધિકારીને શુક્રવારે મારમાર્યો હોવાની ફરિયાદ બાદ શનિવારે સામે પક્ષે મહિલા દ્વારા દબાણ અધિકારી વિરુદ્ધ પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા નગરમાં શુક્રવારે પાલિકાના દબાણ શાખાના અધિકારી ધીરુભાઈ નાથુભાઈ ભારતી ખાઉધારા ગલીમાં વિઝીટ માટે ગયા હતા જ્યાં નવી લારી દેખાતા ધીરુભાઈએ લારી મૂકનાર માલિકને વ્યારા નગરપાલિકા બોલાવ્યા હતા.ત્યારબાદ વ્યારા નગરપાલિકામાં દબાણ અધિકારી અને લારી મૂકનાર પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના અંગે શુક્રવારે દબાણ અધિકારી દ્વારા 4 વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં મહીલાએ આ દબાણ અધિકારી વિરૂધ્ધ ધંધા સ્થળે આવી પૈસાની માંગણી અને છેડતીનો આરોપ પણ લગાવ્યો હતો. જેમાં મિતાલીબેન અનિશભાઇ ઠક્કરએ પોલીસ લેખિતમાં ફરીયાદ કરતા જણાવ્યુ છે કે, પાલિકામાં દબાણ ખાતા અધિકારી ધીરૂભાઈ ભારતી તા.24મી ડીસેમ્બરે સવારે 11 વાગ્યાનાં અરસામાં તેઓનાં ધંધાનાં સ્થળે આવી ખોટી રીતે પૈસાની માંગણી કરી હતી અને તેઓ પૈસા ન આપતા ગંદી ગાળો આપતા હતા તેમજ જાહેર જનતાની વચ્ચે છેડતી કરી કપડા ફાડી ખોટી રીતે સંબંધ બાંધવાની માંગણી સાથે મિતાલીબેનએ આ અધિકારીએ છેડતી કરી હોવાનાં આક્ષેપો કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application