સોનગઢના ઉકાઈ ગામની સીમ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના પાણી માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ સોનગઢ તલુકાના ઉકાઈમાં લાલ ટેકરી વિસ્તારમાં રહેતી 46 વર્ષીય મહિલા લક્ષ્મીબેન અનીલસિંહ રાજપૂત નાઓ છેલ્લા પાંચેક માસથી અસ્થિર મગજથી પીડાતા હોય તેઓ તા.18મી ફેબ્રુઆરી નારોજ સવાર ના આશરે નવેક વગેના સુમારે પોતાના ઘરેથી સોનગઢ ખાતે માસીને ત્યાં જાઉં છું. તેમ કહી તેઓ ઘરેથી નીકળી ગયા હતા.
રાત્રીના આશરે સાડા દશેક વાગેના સુમારે ઉકાઈ ડાબા કાંઠા નહેરના પાણીમાં થર્મલ પાવર સ્ટેશન ની અંદર જવાના લોખંડની જાળી લગાવેલ ગેટ નંબર 3 પાસે પાણીમાં ડૂબી જતા લક્ષ્મીબેન રાજપૂત નું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જગદીશભાઈ અનીલસિંહ ઠાકુર ની ફરિયાદની આધારે ઉકાઈ પોલીસે અકસ્માત મોત દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application