મનિષા એસ. સુર્યવંશી/તાપી : સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાનાં લાજપોર ગામમાં જેલ સ્ટાફ નિવાસમાં રહેતા પ્રદીપભાઈ ચિથરભાઈ સોલંકી (મૂળ રહે.કોળીયાક, હરિજનવાસ, તા-જિ.ભાવનગર) નાંઓ જેલ સિપાહી તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે અને જેઓ ગત તારીખ 28/11/2023નાં રોજ તેમના મિત્ર ક્રીકેશભાઈ મોહનભાઈ ગામીતનાં લગ્ન હોવાથી વ્યારા તાલુકાનાં ડોલારા ગામનાં તાડ ફળિયામાં હાજર હતા.
તે સમયે પ્રદીપભાઈનાં પેન્ટનાં ખિસ્સામાં મોબાઈલ ફોન મુકેલ હતો પરંતુ થોડી વારમાં મોબાઈલ ફોન ચેક કરતા મોબાઈલ પેન્ટનાં ખિસ્સામાં ના હતા જેથી આસપાસ લોકોને પૂછપરચ કરી તપાસ કરતા મળી આવ્યો ના હતો. જેથી પ્રદીપભાઈએ તેમના મિત્ર ના મોબાઈલ ફોન પરથી તેમના ખોવાયેલ મોબાઈલ પર રીંગ કરતા પહેલા રીંગ ગઈ હતી અને થોડી વાર બાદ મોબાઈલ ફોન બંધ આવતો હતો. આમ, રૂપિયા 19,999/-નો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પ્રદીપભાઈ સોલંકી નાંએ અજાણ્યા ચોર ઈસમ વિરુધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025