નિઝર તાલુકાના સરવાળા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ ચિંચોદા ગામના રહીશ સુખલાલભાઈ રોહીદાસભાઈ મગરે(ઉ.વ.39)ના ઘરની સામે ગામના સરપંચ યોગેશભાઈ સુખદેવભાઈ મગરે ઉશ્કેરણી કરતા તે દમિયાન થયેલા ઝઘડામાં સરપંચના પત્ની શોભાબેન યોગેશભાઈ મગરેએ સુખલાલભાઈને જમણા ગાળ પર બે તમાચા મારી તથા ઢીક્કામુકિનો માર મારી ગાળાગાળી કરી તથા રાજુબેન રાઉતભાઈ મગરે સુખલાલભાઈની પત્ની પ્રેમીલાબેન તથા પુત્રી પ્રિયંકાબેન સાથે ઝપાઝપી કરી ઢીક્કામુકિનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સરપંચ તથા ત્રણ મહિલાઓ સહીત ચારેય સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સુખલાલભાઈની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. સામાપક્ષે સુખલાલભાઈ રોહીદાસભાઈ મગરે સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદી કરી છે. જેમાં 35 વર્ષીય પરણીતાએ જણાવ્યું હતું કે, ચિંચોદા ગામમાં આવેલા સુદામભાઈ સોન્યાભાઈ મગરેના કપાસના ખેતર તરફ તેણી તેમણી દેરાની શોભાબેન સાથે કુદરતી હાજતે ગયા હતા.
તે દરમિયાન સુખલાલભાઈના ઘરની સામે પણ ઢીક્કામુકિનો માર મારી ગાળો બોલી ગુનો કર્યો હતો. ત્યારબાદ રોજ સુખલાલભાઈના ઘરની સામે પણ ઢીક્કામુકિનો માર માર્યો હોવાના આક્ષેપ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, નિઝર પોલીસ બંને પક્ષોની ફરિયાદ લઈને આગળની તપાસ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500