ડોલવણ તાલુકાના અંધારવાડી દુર ગામમાં પત્નીએ પરપુરુષ સાથે ભાગી જતા પતિએ ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાયી જીવન ટુકાવ્યું હતું.
ડોલવણ તાલુકાના અંધારવાડી દુર ગામનાં બારી ફળિયામાં રહેતા વિરલભાઈ જગદીશ ભાઈ ચૌધરી(ઉ.વ.30)ની પત્ની ઉર્વશીબેન અન્ય પુરુષ સાથે પ્રેમસબંધ હતો. અઠવાડિયા પહેલા પત્ની વરજાખણ ગામે રહેતો તેમનો પ્રેમી ધર્મેશભાઈ પટેલને ત્યાં જતા રહ્યા હતા. પતિએ પત્નીને આવવા માટે જણાવવા છતાં પત્ની ઇનકાર કરતી હોવાથી પતિ વિરલ મૂંઝાયેલી અને નિરાશ હાલતમાં રહેતો હતો. પત્ની બીજા પુરુષ સાથે ભાગી જવાથી મન દુઃખ થતા વિરલે સવારે 8 વાગે ગામમાં જ પોતાના ખેતરમાં જઈ ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
આ બનાવ અંગે ડોલવણ પોલીસે જગદીશભાઈ ચૌધરીના ફરિયાદના આધારે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ એ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application