Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કટાસવાણ ગામેથી દારૂના ગુનામાં ફરાર આરોપી તાતીથૈયા ગામથી પકડાયો

  • June 24, 2021 

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ ગામેથી બોલેરો પિકઅપમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ચલથાણના બુટલેગરને વોંટેડ જાહેર કર્યો હતો. આ વોંટેડ બુટલેગરને સુરત જિલ્લા એલસીબી પોલીસે તાતીથૈયા ગામે નિશાળ ફળિયામાંથી ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, છ માસ અગાઉ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ ગામની સીમમાંથી બોલેરો પિકઅપમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ચલથાણ ગામનો બુટલેગર શશી માંજરાને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો અને જે નાસતો-ફરતો હતો ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને બાતમી મળતા તેમણે તાતીથૈયા ખાતે આવેલ નિશાળ ફળિયામાંથી વોન્ડેટ બુટલેગર શશી ઉર્ફે શશી માંજરો વિનોદભાઇ પારગી (રહે.ચલથાણ) નાને ઝડપી પાડ્યો હતો અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં એલસીબી પોલીસે તેનો કબ્જો ઉચ્છલ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application