Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મારુતિ કાર અડફેટે આવતા મોપેડ ચાલકનું ઘટના સ્થળ પર મોત

  • January 31, 2021 

સોનગઢ તાલુકાના ધમોડી ગામે વડ ફળીયામાં રહેતા 52 વર્ષીય ચંદ્રસિંગભાઈ રામદાસભાઈ ગામીત ખેતીકામ કરી પોતાનું તથા પરીવારનું ગુજરાન ચલાવતા હતા. ચંદ્રસિંગભાઈ બપોરના સમયે એમના સંબંધી પુનારામભાઈ ગોવિંદભાઈ ગામીતને મોપેડ પર બેસાડી વ્યારા તરફ જવા નીકળ્યા હતા.

 

 

તે સમયે ધમોડી વાઘઝરી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી મારુતિ ફ્રન્ટી નંબર જીજે/05/એજી/1795ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા ચંદ્રસિંગભાઈની મોપેડને અડફેટમાં લઈ રોડ પર ઘસડી ગયો હતો. આ આકસ્માત સર્જાયા બાદ મારુતિ પણ આગળ જઈ રોડ સાઈડ પર પલટી મારી ગઈ હતી અને અકસ્માતમાં મોપેડ ચાલક એવા ચંદ્રસિંગભાઈ ગામીતને છાતીના ભાગે, મોઢા પર તથા પગના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે પાછળ બેસેલા પુનારામભાઈ ગામીત અને મારુતિ ચાલક એવા પીયુષ ઈશ્વરભાઈ ગામીત(રહે.ચીખલદા)ને પણ ઈજા થતા એમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે વ્યારા ખસેડાયા હતા.

 

 

આ ઘટના અંગે અંકિત ગામીતએ મારુતિ ચાલક પીયુષ ગામીત વિરુદ્દ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application