ઉચ્છલના કરોડ ગામમાં મજુરી કામ કરતા એક ઈસમને ચાર શખ્સોએ ભેગામળી મારમારતા ઈજાગ્રસ્ત ઈસમને પ્રથામિકા સારવાર માટે ઉચ્છલ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બનાવ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, કરોડ ગામમાં રહેતો દિલીપભાઈ ગિરધરભાઈ વસાવા જે કૈલાસભાઈ ગોવિંદભાઈ વળવીનાં ઘરે પાકી દુકાન બનતી હોવાથી ત્યાં મજુરી કામે ગયેલ હતો તે સમયે જતીનભાઈ સુર્યાભાઈ વસાવા ત્યાં આવી બોલવા લાગ્યા કે, તુ મારા ઘરે મજુરી કામ કરવા માટે કેમ ના આવ્યો..???? ત્યારે દિલીપે જણાવેલ કે, હું તો કૈલાસભાઈ ને ઘરે જ કામ કરવાનો છું અને મારે તારા ઘરે મજુરી કામ કરવા માટે નથી આવવું. આ વાત સાંભળતા જ જતીનભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ નજીકમાં પડેલ લાકડાના સપાટાથી દિલીપને જમણા હાથના ખભા ઉપર બે-ત્રણ સપાટા મારી દીધા હતા અને આ ઝઘડો થતા વિલાસભાઈ સુર્યાભાઈ વસાવા, વિક્રમભાઈ સુર્યભાઈ વસાવા અને મોહીરભાઈ જતીનભાઈ વસાવાઓએ પણ આવીને વારા ફરતી નાલાયકો ગાળો આપી ઢીકા-મુક્કીનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. જોકે દિલીપે બુમાબુમ કરતા જતીનભાઈ સુર્યાભાઈએ જાનથી મારી નાખવાની ધમકી હતી.
આ બનાવમાં દિલીપને 108ની મદદથી સારવાર અર્થે ઉચ્છલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટના બન્યા બાદ જતીનભાઈ, વિલાસભાઈ, વિક્રમભાઈ અને મોહિરભાઈ એમ તમામએ સમાધાન કરી દવાખાનાનો ખર્ચો આપવાની વાત કરતા સમાધાન ન થતા ગિરધરભાઈ અને બહેન દક્ષાબેન એ ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરતા ઉચ્છલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500