વ્યારા તાલુકાના બાલપુર ગામ, ડુંગરી ફળિયાની સીમમા આવેલ ઝાડી જંગલમા મોટી ડુંગરીની ટોચ ઉપર લીમડાના ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાધેલ હાલતમાં એક અજાણ્યા પુરૂષની આશરે પાંચેક દિવસ પહેલાની બીનવારસી લાશ મળી આવી છે. લાશના ચહેરા ઉપર તથા શરીરમાં જીવાત પડેલ અને કોહવાય ગયેલ હાલતમા છે. આ અજાણ્યો પુરૂષ ઇસમ આશરે ૫૦ થી ૬૦ વર્ષનો અને શરીરે મજબુત બાંધાનો છે જેના શરીરે સફેદ શર્ટ તથા શર્ટની ઉપર કાળા કલરનું આખી બાયનું સ્વેટર પહેરેલ છે તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છેજેના માંથામાં અર્ધા ભાગે ટાલ છે તેમજ અર્ધા ભાગે ટૂંકા સફેદ કાળાવાળ છે તેમજ દાઢી-મુછ સફેદ છે.વધુમાં લાશની આજુ-બાજુમાં પથ્થર ઉપર લાલ કલરની પટ્ટી વાળી સાદી ચપ્પલ તથા બ્લ્યુ સફેદ કલરની કુલના ડિઝાઇન વાળી ચાદર તથા એક સફેદ કલરની ટોપી તેમજ લીલા-પીળા કલરની નાની બેટરી મળી આવી છે. આ લાશની ઓળખ થયેલ નથી તેમજ મરણ જનારના કોઇ વાલી વારસ મળી આવેલ નથી. આ વ્યક્તિના કોઇ વાલી વારસ હોય વ્યારા પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૬૨૬-૨૨૦૦૩૩ તથા મો.નં.૯૯૦૯૧૩૯૧૯૯ ઉપર સંપર્ક કરવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વ્યારા દ્વારા જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application