નંદુરબાર જિલ્લાના તલોદા ખાતે રહેતો યુવક ગત શનિવારનાં રોજ ‘ઘરેથી ગુટખા ખાવા જાવ છું’ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ ગત સોમવારનાં રોજ કુકરમુંડા તાલુકાનાં હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં પાણીનાં કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, વિલાસભાઈ ધર્માભાઈ વળવી (ઉ.વ.28, રહે.સરકારી હોસ્પિટલની પાસે, ગુજરાતી પાર્ક, તા. તલોદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) જેઓ કડિયા કામ કરીને જીવન નિર્વાહ કરતો હતો.
જોકે, ગત તારીખ 30/4/2022નાં રોજ ‘ઘરેથી ગુટખા ખાવા જાવ છું’ તેવું કહીને ઘરેથી નીકળી ગયેલ હોય અને તાપી નદીનાં પાણીમાં ડૂબી જઈ મરણ ગયેલ હાલતમાં ગત સોમવારનાં રોજ કુકરમુંડા તાલુકાના હથોડા ગામની સીમમાં આવેલ ત્યાં તાપી નદીનાં પાણીનાં કિનારેથી મળેલ હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં નિમલાબેન ધર્માભાઈ વળવી દ્વારા ફરિયાદ આપવામાં આવતાં વધુ તપાસ નિઝર પોલીસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500