Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી નદી માંથી મળ્યા બે પુરુષોના મૃતદેહ, પોલીસ તપાસ શરૂ

  • January 27, 2021 

નિઝર તાલુકાના હથોડા બ્રીજ નીચેથી બે પુરુષોની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. બંને પુરુષો કોઈ અગમ્ય કારણોસર તાપી નદીમાં કુદકો માર્યો હોવાની વિગતો જાણવા મળી છે. 

 

 

હથોડા બ્રીજ પાસેથી તાપી નદીના બંને કિનારાઓ નજીકથી બે મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમા પ્રથમ પુરુષ રહે.અંતર્લિ ગામના કુંદનસિંગ ચતુરસિંગ પરમાર(ઉ વ.40. ધંધો.ડ્રાઇવર) હોવાની વિગતો બહાર આવી છે. જ્યારે બીજો પુરુષ રાજેન્દ્ર પુંડલીક પવાર(ઉ.વ.52, નોકરી-મુખ્ય બેલીફ નંદુરબાર કોર્ટ) રહે.જગતાપ વાડી, જિ.નંદુરબારનો હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application