Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકને ઈજા

  • May 05, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા નગરમાં આવેલ હરી હરેશ્વર મંદિર સામે સોનગઢ-સુરત રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કાનપુરમાં આવેલ ભારત સ્વીટની સામેની ગલીમાં રહેતા મનીષાબેન પરેશભાઇ પંચોલી નાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, મંગળવારનાં રોજ બપોરનાં સમયે તેમના સસરા ચંદ્રકાન્તભાઈ ગણપતભાઈ પંચોલી નાઓ પોતાના કબ્જાની હિરો હોન્ડા સીડી ડીલક્ષ બાઈક નંબર GJ/26/B/6248 લઇ તેમના ઘરેથી વ્યારા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં વાસ્તુ તથા જમણવાર રાખેલ હોવાથી ત્યા જવા માટે નીકળ્યા હતા.



તે સમયે વ્યારાનાં હરી હરેશ્વર મંદિર સામે સોનગઢ-સુરત રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચંદ્રકાન્તભાઈની બાઈકને પાછળનાં ભાગે કટ મારી હતી જેથી ચંદ્રકાન્તભાઈ બાઈક સાથે રોડ ઉપર પટકાયા હતા જેના કારણે ચંદ્રકાન્તભાઈને ડાબા પગે ઘુંટણ નીચે ફેકચર કરી તથા માથાનાં ભાગે ગંભીર ઇંજા પહોંચાડી તેમજ ડાબી બાજુ શરીરે ઉપરથી નીચે સુધી ઓછી વત્તી ઇજા પહોંચાડી પોતાનાં કબ્જાનું વાહન લઈ ભાગી છુટ્યો હતો.



બનાવ અંગે ચંદ્રકાન્તભાઈની વહુ મનીષાબેન પંચોલીએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્દ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application