Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લક્ષ્મીખેડા ગામ નજીકથી બાઈક ચાલક નાશની હાલતમાં પકડાયો

  • May 14, 2021 

નિઝર તાલુકાનાં લક્ષ્મીખેડા ગામ નજીક બસ સ્ટેશન પાસેથી નશો કરી બાઈક હંકારી લઈ આવતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન લક્ષ્મીખેડા ગામ નજીક બસ સ્ટેશન પાસેથી પસાર થતો નિઝરથી ઉચ્છલ જવાના જાહેર રસ્તા પરથી એક હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર એમએચ/15/બીઆર/739નો ચાલક નિતેશભાઈ સુખાલાલભાઈ વસાવે રહે.આડદા ગામ, નિઝરનાએ વગર પાસ પરમિટે દારૂનો પુષ્કળ પ્રમાણમાં નશો કરી પોતાના કબ્જાની બાઈક નશાની હાલતમાં ડ્રાઈવીંગ કરતો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રભાઈની ફરિયાદના આધારે નિતેશ વસાવે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application