વાલોડ ગામનાં નનસાડ ત્રણ રસ્તા નજીકથી નશો કરી બાઈક હંકારી લઈ આવતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન નનસાડ ગામ તરફથી એક મોટરસાઈકલ નંબર જીજે/19/એક્યુ/7225નો ચાલક છીતુભાઈ મનુભાઈ ચૌધરી રહે.સેજવાડ ગામ, વાંગરી ફળિયું, તા.બારડોલીનાએ વગર પાસ પરમિટે કોઈ કેફી પીણું પીધેલ નશામાં જાહેર રોડ ઉપરથી પોતાના કબ્જાની બાઈક વાંકી-ચૂંકી હંકારી લઈ આવતા વાહન ચેકિંગમાં ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ તેજસભાઈની ફરિયાદના આધારે છીતુ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500