Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : પશુઓ બાંધવાના કોઠારમાં એકાએક આગ, 5 ગાયો ગંભીર રીતે દાઝી

  • August 22, 2024 

સોનગઢના શ્રાવણીયા ગામે શોર્ટ સર્કીટથી આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે,પશુઓ બાંધવાના કોઠારમાં એકાએક આગ લાગતા 5 ગાયો ગંભીર રીતે દાઝી ગઈ હતી.


સોનગઢ તાલુકાના શ્રાવણીયા ગામના નિશાળ ફળીયામાં રહેતા સામજીભાઇ મોતિયાભાઈ ગામીત પશુ પાલન અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,બુધવાર નારોજ સાંજે આશરે 7:30 કલાકના અરસામાં પશુ બાંધવાના કોઠારમાં એકાએક શોર્ટ સર્કીટથી આગ લાગી હતી.પશુઓ માટેનો ઘાસ ચારો પણ જોતજોતામાં આગની ચપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ભેગા થઇ બોરના પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ આગ લાગવાની ઘટનામાં કોઠારમાં બાંધવામાં આવેલ 5 ગાયો પૈકી 1 ગાય ગંભીર રીતે દાઝી ગઈ હતી,જયારે અન્ય 4 ગાયોને સામાન્યથી વધુ ઈજાઓ પહોંચી હતી.બનાવની જાણ થતા પ્રશાસનના માણસો ઘટના સ્થળે પહોંચી વિગતો મેળવી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News