મકાન માલિકનો વિશ્વાસ મેળવી મિલકત તથા શરીર સંબંધીના ગુના આચરવા, લુંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોને ધ્યાનમાં લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેર જનતાની શાંતિ અને સલામતી માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જાહેરનામાં દ્વારા તાપી જિલ્લામાં મકાનો/ બંગલાઓમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કામ કરતા હોય કે હવે પછી કામ માટે રાખવાના હશે તો મકાન માલિકે પોતાનું નામ, મોબાઈલ નંબર તથા સરનામાં સહિતની માહિતી કામે રાખેલા નોકરની સંપૂર્ણ વિગત સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે.
જેમાં કામે રાખેલ નોકરનું પૂરૂ નામ ઓળખ ચિન્હો, હાલનું પૂરૂ સરનામું ટેલીફોન નંબર, નોકરનું મૂળ વતન તેનું ટેલીફોન સહિત સરનામું, નોકરને રાખ્યાની તારીખ, કોના ભલામણથી તથા ઓળખાણથી કામે રાખવામાં આવેલ છે તથા તેનું પણ નામ, સરનામું ટેલીફોન નંબર સહિત અને નોકરના બે ત્રણ સગા સબંધીના નામ સરનામા તેના ફોટા સહિત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ હુકમ તા.૨૬/૦૬/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500