Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : વાલોડ-ઉચ્છલ-વ્યારા-સોનગઢ-ડોલવણના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

  • May 08, 2021 

તાપી જિલ્લામાં વાલોડ ખાતે ડેરી ફળીયુ-૧ ડુમખલ, બુટવાડા-૩ અને વચલુ ફળીયુ-૫ દેગામા, બોરડી ફળીયુ અને બજાર ફળીયુ બુહારી, આશ્રમ ફળીયા અંધાત્રી, દાદરી ફળીયુ-૩ કલમકુઈ, નવુ ફળીયુ-૧ ધામોદલા, સરપંચ ફળીયુ-૩ કહેર, ઉચ્છલમાં નીચલુ ફળીયુ-૧ થુટી અને રેલવે ફળીયુ-૧ મીરકોટ, વ્યારામાં નવાપાડા ફળીયુ જેસીંગપુરા, કારભારી ફળીયુ-૧ ભોજપુરનજીક, નવોદય ફળીયુ-૧ બોરખડી, તાડ ફળીયુ-૧ કપુરા, અભિષેક એસ્ટેટ વ્યારા, સોનગઢમાં નિશાળ ફળીયુ-૧ આછલવા, નવચંડી ફળીયુ-૩ બેડી, કોંકણી ફળીયુ-૧ વડપાડા, ગાયવાડા ફળીયુ-૧ ડોસવાડા, હાથી ફળીયુ-૧, માધવ સોસાયટી વાંકવેલ, દેવજીપુરા-૧, શિવાજીનગર, પંચવટી, ખારખડી ફળીયુ-૩ દજાંબા, દાદરી ફળીયુ-૩ ઉખલદા, ખાટીબોર ફળીયુ-૭ ડોસવાડા અને ડોલવણમાં ભિલવાડ ફળીયુ-૧ કરંજખેડ તથા આહીર ફળીયુ-૧ કલકવાના વિસ્તારોમાં કોવિડ-૧૯ના પોઝીટીવ કેસ નોંધાયા છે.

 

 

 

 

આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણીએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે ઉપરોક્ત વિસ્તારોમાં તા. ૦૪/૦૫/૨૦૨૧થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કુલ- ૭૮ ઘરની ૩૫૬ વસ્તીને કોવિડ-૧૯ કન્ટેઈનમેન્ટ તથા તેની આજુબાજુ નજીકના ૧૦૪ ઘરોની ૪૭૦ જેટલી વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.

 

 

 

 

કન્ટેઈનમેન્ટ તરીકે જાહેર કરાયેલ આ વિસ્તારોમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન SOP મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.

 

 

 

 

કન્ટેઈનમેન્ટ/બફર ઝોન વિસ્તારોની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી તથા સસ્તા અનાજની દુકાનો તથા આવશ્યક ચીજ વસ્તુઓનું  વેચાણ-વિતરણ કરતા તથા વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરેલ પાસધારકોને લાગુ પડશે નહી.

 

 

 

 

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application