તાપી જિલ્લામાં વાલોડ સ્થિત અંબાજી શેરી ફળિયા વિસ્તારમાં તા.૧૦/૧૧/૨૦૨૧ના રોજ કોવિડ-૧૯નો પોઝીટીવ કેસ નોંધાયો છે. COVID-19ના કેસ પોઝેટીવ આવેલ હોવાથી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયા (IAS) તાપી-વ્યારા ભારતીય ફોજદારી કાર્યનીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમિક ડિસીઝ એક્ટ એક જાહેરનામા દ્વારા તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ, ૧૮૯૭ની કલમ–૨ અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંકઃ જીપી-૯ એનસીવી ૧૦૨૦૨૦ તા.૧૩/૧૧/૨૦૨૧થી મળેલ અધિકારની રૂએ વાલોડ તાલુકાના વિસ્તાર ઘર નં.૧થી ૩ ડાબીબાજુ અંબાજી શેરી ફળિયું-૧, વાલોડ-૪ વાલોડ તા.વાલોડ જિ.તાપી ઘરોની સંખ્યા-૩ કુલ વસ્તી-૧૫, કોવિડ-૧૯ કન્ટેઈનમેન્ટ જાહેર કરી સદર વિસ્તારમાં લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા હુકમ કરવામાં આવે છે. તેની આજુબાજુ નજીકના ઘર નં.૪ થી ૨૧,જમણી બાજુ અંબાજી શેરી ફળિયુ-૨ વાલોડ-૪ વાલોડ જિ.તાપી, ૧૮ ઘરોની ૧૦૩ જેટલી વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
કન્ટેઈનમેન્ટ તરીકે જાહેર કરાયેલ વિસ્તારમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન SOP મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.
કન્ટેઈનમેન્ટ/બફર ઝોન વિસ્તારોની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી સાંજે ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી તથા સસ્તા અનાજની દુકાનો તથા આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તથા વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરેલ પાસધારકોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી હેડ પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદૃદો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500