વ્યારા નગરનાં એક સોસાયટીમાંનાં ઘરમાં અજાણ્યા તસ્કરોએ ઉપરના માળે ચડી ઘરમાં પ્રવેશ કરી બે તોલા સોનાનાં દાગીના તેમજ રોકડા રકમ મળી કુલ 80 હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વ્યારા નગરનાં સંસ્કૃતિ સોસાયટીનાં ઘર નંબર-10માં મનોજકુમાર ધર્મવીર સિંહ રહે છે અને તેઓ નોકરી કરી પોતાનું તથા પરિવારનું જીવન ગુજારે છે.
જોકે ગતરોજ રાત્રીનાં સમયે અજાણ્યા તસ્કરોએ ઘરનાં ઉપરના માળનાં ગેલેરીનાં કાચના સ્લાઈડીંગ વાળા દરવાજાનું લોક તોડી નાખી ઘરમાં પ્રવેશ્યા હતા.
ત્યારબાદ ઘરની અંદર કબાટમાં મુકેલા બે તોલાના સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 30 હજાર તેમજ રોકડા રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 80 હજારની ચોરી કરી ભાગી ગયા હતા. બનાવ અંગે કાકરાપાર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500