Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ગોરેયા ગામે જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • August 24, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ગોરેયા ગામમાં હાર જીતનો તીન પત્તીનો જુગાર રમી રહેલ સાત ઈસમો પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા.





તે દરમિયાન ફરતા ફરતા ગોરેયા ગામનાં નહેર ફળિયામાં આવતાં કેટલાક ઈસમો ખુલ્લી જગ્યામાં જાહેરમાં આંબલીનાં ઝાડ નીચે પૈસા વતી તીન પત્તીનો ગંજી પાનનો હાર જીતનો જુગાર રમતા હોવાની શંકા જતા પોલીસે જુગાર રમતા ઈસમોને કોર્ડન કરી રેડ કરતા જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા પાડ્યા હતા.





આમ, પોલીસે દાવ ઉપરનાં રોકડ રૂપિયા 490/- તથા પકડાયેલા ઈસમોની અંગ ઝડપી કરતા મળેલ રૂપિયા 5,150/- અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 5,640/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદનાં આધારે તમામ જુગારીઓ સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.





પોલીસ રેડમાં જુગાર રમતા ઝડપાયેલા સાત જુગારીઓ...




1.હરીશ માર્ટિનભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),

2.નરેશ પિલાજીભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),

3.રોહિત બાબુભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),

4.પિકેશ દીવાનજીભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),

5.નીતેશ નજિતભાઈ ગામીત (રહે.ગોરેયા ગામ, નહેર ફળિયું, વ્યારા),

6.જીગ્નેશ અરવિંદભાઈ ગામીત (રહે.ભાટપુર ગામ, વણઝાર ફળિયું, વ્યારા) અને

7.દીપક હિરાજીભાઈ ગામીત (રહે.પનિયારી ગામ, સડક ફળિયું, વ્યારા).




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application