વાલોડનાં આસપાસના વિસ્તારમાં જાહેરમાં માસ્ક વગર ફરતા, સુરક્ષા માટે સેનેટાઈઝરનો ઉપયોગ ન કરતા, સોશીયલ ડીસ્ટન્ટ ન રાખતા અને લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા એવા 1 મહિલા સહિત 4 સામે વાલોડ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાલોડ પોલીસ સ્ટાફના માણસો શનિવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે સમય દરમિયાન વાલોડ ટાઉનમાં અને વાલોડના આસપાસના વિસ્તારમાંથી 3 ઈસમો અને 1 મહિલા મોઢે માસ્ક પહેર્યા વગર અને જાહેરનામાનો ભંગ કરતા પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો.........
વાલોડના ચાર રસ્તા પાસે બસ સ્ટેશનની બાજુમાં આવેલ શાકભાજીની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર ઈબરારભાઈ ઈસિતયાક ઘાંચી રહે.ભાવના હોટલની પાછળ, વાલોડ,
બુહારી ચાર રસ્તા પાસે ફૂલ વેચવાની લારી સામે મોઢે માસ્ક પહેર્યા વગર ધર્મિષ્ટા સુરેન્દ્રભાઈ ચૌધરી, રહે.કસવાવ ગામ, ડુંગરી ફળિયું, વ્યારા,
વાલોડના ચાર રસ્તા પાસે સનમ સીકનજીની લારી પાસે મોઢે માસ્ક પહેર્યા વગર અને જાહેરમાં બેસતા અમીન ગફાર ઘાંચી રહે. રહે.ભાવના હોટલની પાછળ, વાલોડ,
બાજીપુરા સુમુલ ડેરી પાસેના નેશનલ હાઈવે નંબર 53 પરથી મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ આવતો હરેશ નાનુ હળપતિ રહે.બુટવાડા ગામ, કોળી ફળિયું, વાલોડના ઓને ઝડપી પાડી બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તમામ વિરુદ્ધ ગુનો નોંધી વાલોડ પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500