Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં માસ્ક વગર ફરતા 4 ઈસમો સામે કાર્યવાહી

  • May 10, 2021 

ડોલવણ પોલીસ સ્ટાફના માણસો રવિવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે સમય દરમિયાન જાહેરમાં માસ્ક વગર ફરતા પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા ડોલવણ તાલુકાના તથા આસપાસના વિસ્તારમાંથી 4 લોકો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

 

માસ્ક પહેર્યા વગર ફરતા ઈસમો.........

ડોલવણ પોલીસ સ્ટેશન સામે જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ આવતા વિરેન્દ્ર દુરસિંગ પટેલ રહે.ભિનાર અને ભરત જગુ ઢોડિયા પટેલ રહે.બામણામાળદુર,

 

 

અંતાપુર ગામના આશ્રમ ફળીયામાંથી પસાર થતા ત્રણ રસ્તા પાસેથી મોઢે માસ્ક પહેર્યા વગર અને સોશીયલ ડીસ્ટન્સ ન રાખતા ટેમ્પો લઈ આવતા આશિસફ ઉર્ફે અલ્લારખા અબ્દુલ રહે.વાલોડ,

 

 

ઉમરવાવનજીક ગામના ડેરી પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ આવતો અમીત જના ગામીત રહે.ઉમરવાવનજીકના ઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી ડોલવણ પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application