કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને શનિ અને રવિવારે વ્યારા પોલીસ સ્ટાફના માણસો નગરના જુદાજુદા એરિયામાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ જાળવતા ન હોય તેમજ બાઈક પર સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર ફરતા, જુદા જુદા બનાવોમાં 14 કસુરવારો સામે વ્યારા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાહેરનામાનો ભંગ કરનારા 14 કસુરવારો......
વ્યારાના ઉનાઈ નાકા પાસેના જાહેર રોડ ઉપર જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, સુનીલ અશોક ચૌધરી, કાજણ ગામ,
વ્યારાના સ્ટેશન રોડ પરના રામકબીર ગેટ પાસેથી સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર, બુધિયા રાડિયા ઢોડિયા રહે.જુનું ઢોડિયાવાડ-મંદિર ફળિયું,વ્યારા,
વ્યારાના વિશ્વકર્મા મંદિરની સામે આવેલ આર.કે. ટેલર દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, મહમદ આજમ મહમદ લીયાકત અન્સારી રહે.નવીવસાહત,વ્યારા,
વ્યારાના મિશનનાકા ચર્ચની સામે વ્યારાથી ટીચકપુરા જતા જાહેર રોડ ઉપર મોઢે માસ્ક પહેર્યા વગર ફરતો,પવન જયેશ ઢોડિયા રહે.સીંગી પુલ ફળિયું,વ્યારા,
વ્યારા કોર્ટની સામે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, સંદીપ વિનુભાઈ ગામીત રહે.રામપુરા ગામ,
વ્યારાના સ્ટેશન રોડ પર રામકબીર ગેટ પાસે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર, મેહુલ મોહન ઢોડિયા રહે.જુનું ઢોડિયાવાડ મંદિર-ફળિયું,વ્યારા,
કાનપુરામાં આવેલ પાનના ગલ્લા પાસે મોઢે માસ્ક પહેર્યા વગર અને ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, મોહિલ પ્રકાશ પ્રજાપતિ કુંભારવાડ માતાજી મંદિર પાસે,વ્યારા,
સાંઈ મોલ સામે આવેલ અમી પાંવભાજી ચાઈનીઝ પુલાવ એન્ડ ઢોસા નામની લારી ઉપર જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, સહદેવ ભીમસીંગ ચૌધરી રહે.ઉમરવાવ નજીક,
વ્યારાના મેઈન બજારમાં સુરતી લોજની સામે સોની મોબઈલ દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, મયંક પ્રકાશ સોની રહે.વ્યારા,
વ્યારાના સુરભી ટાવર સામે અનીલ ટી સેન્ટર નામની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર, અનીલ ડાહ્યાભાઈ ચૌધરી રહે.દાદરી ફળિયું,વ્યારા,
વ્યારાના તળાવ રોડ ઉપર જાહેરમાં બાઈક પર ત્રણ સવારી લાવતા અને ત્રણેય વચ્ચે સેફ ડીસ્ટન્સ વગર, વિરોલ રમેશ ગામીત, અવિનાશ રતિલાલ ગામીત અને કીર્તન માનસીંગ ગામીત તમામ રહે.કિકાકુઈ ગામ,
વ્યારાના જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર, લીબીસ જશવંત કોટવાળીયા રહે.વાઝરડાના ઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, આમ વ્યારા પોલીસે જાહેરનામાના ભંગ કરવા બદલ જુદા જુદા બનાવોમાં કુલ 14 લોકો સામે ગુનો નોંધી નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500