Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં માસ્ક વગર ફરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી

  • May 08, 2021 

ઉચ્છલના સાકરદા ફાટક પાસેથી 2 અને ત્રણ રસ્તા પાસેથી 1 ઈસમને મોઢે માસ્ક પહેર્યા વગર ફરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઉચ્છલના સાકરદા ફાટક પાસેથી રાજુભાઈ શુક્કારિયાભાઈ ગામીત રહે.નિશાળ ફળિયું, નાનછાલગામ અને અરવિંદભાઈ વેગીયાભાઈ ગામીત રહે.પરસાલી ફળિયું, કટાસવાણ ગામ તેમજ ઉચ્છલના ત્રણ રસ્તા પાસેથી પસાર થતા જાહેર રોડ પરથી રવિદાસભાઈ પીતાંમ્બરભાઈ વસાવા રહે.મંદિર ફળિયું, મોગરાણ ગામ, ઉચ્છલના ઓએ જે ઘરની બહાર નહિ નીકળવા તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં અવર-જવર નહિ કરવાનું જાહેરનામું બહાર પાડેલ હોય તેમ છતાં મોઢે માસ્ક પહેર્યા વગર પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

ત્રણેય જુદા જુદા બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ત્રણેય ઈસમો વિરુદ્ધ ઉચ્છલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(મનિષા એસ. સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application