ડોલવણ ખાતે ખેતરમાં રાત્રીનો રોટેશન હોય પાણી પીવડાવા જતા રાત્રી દરમિયાન ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ કે તીક્ષ્ણ હથીયારથી માર મારી હત્યા કરનારા હત્યારાઓને ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલાયા દેવાયા હતા. મળતી માહિતી અનુસાર, ડોલવણ ખાતે ડુંગરી ફળિયામાં રહેતા અમરસિંગભાઈ ઉર્ફે અમરતભાઈ રામાભાઇ ઢોડિયાના પુત્ર સુધીરભાઈ પોતાના ઢોડીયાવાડ ખાતે આવેલ ખેતરમાં શેરડીનું વાવેતર કરેલ હોય અને ખેતરમાં રાત્રિના સમયે ઘરના સભ્યો સાથે જમી પરવારીને ખેતરે તેમની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે/19/આર/8028 પર રાત્રી દરમિયાન પાણી પીવડાવા ગયા હતા. ત્યારે કોઈક અજાણ્યા ઈસમોએ સુધીરભાઈની ઘાતકી હત્યા કરેલ હોય તેમના પિતા અમરતભાઈની ફરિયાદના આધારે તાપી જિલ્લા એલસીબી દ્વારા અને ડોલવણ પોલીસ દ્વારા મરણ પામનારની ઝીણવટ ભરી માહિતીઓ મેળવી અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલાક શંકાસ્પદોની ઉલટ તપાસ હાથ ધરતા આખરે ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાઓની નજીક પહોંચી ગયા હતા.જોકે, તપાસ દરમિયાન સુધીરભાઈના ખેતરના રોડનો ઉપયોગ માટે અગાઉ બોલાચાલી થયેલ હોવાનું જણાઈ આવતા આ દિશામાં તપાસ કરતા અંધરવાડી ખાતે 2 શંકાસ્પદ ઈસમો નામે ગોવિંદભાઈ વિક્રમભાઈ ઢોડીયા (રહે.ડુંગરી ફળિયું,ડોલવણ) અને પ્રફુલભાઈ પ્રકાશભાઈ પટેલ (રહે.ઢોડીયાવાડ,ડોલવણ) ના ઓને કડક પૂછપરછ કરતાં પકડાયેલા બંને ઈસમોએ સુધીરની હત્યા કર્યા હોવાનું કબુલાત કરી હતી. વધુમાં સુધીરભાઈ સાથે 15 દિવસ અગાઉ આ બાબતે ઝઘડો થયેલ હોય તો જેનો ખાર રાખી સુધીરને મારી નાખેલ હોવાનું કબૂલાત કરેલ હોય બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application