મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડળ ટોલનાકા પાટિયા પાસેથી તાપી LCB પોલીસે વાહન ચેકીગમાં એક કારમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જયારે અજાણ્યા કાર ચાલક ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફના માણસો બુધવારનાં રોજ રાત્રીનાં સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માંડળ ટોલનાકા ખાતે પ્રોહી. વોચમાં તથા વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કીકાકુઈ ગામ તરફથી માંડળ ગામનાં પાટીયા તરફથી એક ઈસમ ગોલ્ડન કલરની શેવ્રોલેટ સ્પાર્ક કારમાં વિદેશી દારૂ લઈને આવનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો માંડળ ગામનાં પાટિયા પાસે વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી ગોલ્ડન કલરની શેવ્રોલેટ સ્પાર્ક કાર નંબર GJ/05/CM/3951નાં ચાલકે પોલીસ સ્ટાફને જોત કારને થોડે દુર ઉભો રાખી કારમાંથી નીચે ઉતારી અંધારાનો લાભ ઉઠાવી ખેતરમાં ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસો કાર પાસે આવી તપાસ હાથ ધરતા કારની ડીકીમાં આગળના ભાગે તથા પાછળનાં ભાગેથી ખાખી કલરના પૂંઠાનાં બોક્ષમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટની વિદેશી દારૂની 264 નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 26,400/- અને કાર મળી કુલ રૂપિયા 1,26,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે કાર મૂકી ભાગી છૂટનાર અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી કાયર્વાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500