ડોલવણનાં કાકડવા ગામની એક યુવતી સાથે વિધિનાં બહાને ફોસલાવી પટાવીને બોલાવ્યા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કર્યાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડોલવણનાં કાકડવા ગામનાં ટીમરી ફળિયામાં રહેતી 23 વર્ષીય યુવતીએ શનિવારનાં રોજ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, ડોલવણનાં બોરકચ્છ ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા વજેસિંગ ઉર્ફે મદન પ્રાગજીભાઈ ચૌધરી નાએ ગત તા.19 મે ના રોજ સવારે સાડા દસથી અગિયાર કલાક દરમિયાન યુવતીને માનતા છોડાવવા એકાંતમાં જવું પડશે.
આમ કહી ફોસલાવીને વિધિ કરવા માટે ઉમરવાવદૂર ગામની સીમમાં આવેલા ચાંદસૂર્ય મંદિરની નીચે અંબિકા નદીના સ્મશાન પાસે લઈ ગયા હતા. ત્યારબાદ યુવતી સાથે વિધિનાં બહાને બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. તેમજ ત્યારબાદ યુવતીને કીધું હતું કે, આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે ડોલવણ પોલીસે મથકે વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application