Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડકુવાનજીક ગામનાં સીમમાંથી બાઈક અને મોબઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • May 07, 2022 

વ્યારા તાલુકાનાં બેડકુવાનજીક ગામની સીમમાં આવેલ હેપ્પી હોમ્સ રેસિડેસન્સી સામે આવેલા વ્યારા- ખેરવાડા રોડ કિનારે ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં રાત્રીના અરસામાં સોનગઢનાં ધજાંબા ગામનો યુવકની હિરો સ્પેલેન્ડર મોટરસાયકલ સાથે તેમાં મુકેલ મોબાઇલ, પર્સ અને અન્ય ડોક્યુમેન્ટની નકલો, બે ATM કાર્ડ સહિતનો તમામ મુદ્દામાલ કિંમત રૂપિયા 25 હજારની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ભાગી જતાં કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા.2નાં રોજ સાંજનાં આશરે સાડા નવેક વાગેનાં અરસામાં સોનગઢનાં ધજાંબા ગામમાં રહેતો યુવક હિરેનભાઈ છોટુભાઈ ચૌધરી નોકરી ઉપરથી મોટરસાઈકલ નંબર GJ/26/P/2455 ઉપર પોતાના મિત્ર હિરલભાઈ ગામીત સાથે બોરખડી ગામે લગ્ન પ્રંસગમાં જવા માટે નીકળ્યાં હતાં. જોકે લગ્ન પ્રંસગમાં થોડો સમય રોકાઇ બાદ ગત તા.3નાં રોજ મધ્યરાત્રીએ હિરલભાઈને કલેકટરનાં બંગલે ઉતાર્યો હતો અને ત્યારબાદ મોટરસાઈકલ લઇને પોતાનાં ઘરે જતો હતો.



પરંતુ બેડકુવાનજીક ગામે હેપ્પી હોમની સામે આશરે સવા બે એક વાગ્યાનાં અરસામાં તેને અચાનક ચક્કર આવતાં મોટરસાઈકલ  હેપ્પી હોમની સામે રોડ કિનારે ઝાડ પાસે ઉભી રાખી મોબાઇલ તથા પર્સ મોટરસાઈકલનાં આગળની ખોપરીમાં મુકી દિધા હતા જોકે પર્સમાં એક SBI તથા BOB બેંક ATM મળી કુલ બે કાર્ડ તથા ઓફીસનું આઇકાર્ડ તથા મોટરસાઈકલ આર.સી બુક, ડ્રાઇવર લાઇસન્સ ડુપ્લીકેટ હતું. તે મુકી ઝાડ નીચે ઉંધી ગયો હતો.



ત્યારબાદ સવારનાં આશરે પાચેક વાગે ઉઠીને જોતાં મોટરસાઈકલ જ્યા પાર્ક કરેલી ત્યાંથી ગાયબ હતી તેમજ મોટરસાઈકલ નંબર GJ/26/P/2455 જેની કિંમત રૂપિયા 20 હજાર, મોબાઇલ, પર્સ અને તેમાં રહેલ જુદા-જુદા ડોક્યુમેન્ટની નકલો તથા બે ATM કાર્ડ મળી કુલ રૂપિયા  25 હજારની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે હિરેનભાઈની ફરિયાદનાં આધારે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ કાકરાપાર પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application