Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મગરકુઈ ગામે ઈસમ ઉપર હુમલો કરનાર નાનીચીખલી ગામનાં બે યુવકો સામે ગુનો દાખલ

  • May 17, 2022 

મનિષા સુર્યવંશી/ વ્યારા : વ્યારા તાલુકાનાં મગરકુઈ ગામનાં ડુંગરી ફળિયાનાં જાહેર રોડ ઉપર કાનપુરાનાં ખટાર ફળિયામાં રહેતા એક ઈસમ ઉપર અદાવત રાખી બે યુવકોએ હુમલો કર્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં કાનપુરા ખટાર ફળિયામાં રહેતા વિજયભાઈ બચુભાઈ ગામીત નાએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, રવિવારનાં રોજ સાંજનાં સમયે પોતાના ખેતરમાં પાણી વાળતા હતા.



તે દરમિયાન મગરકુઈ ગામનાં ડુંગરી ફળિયામાં જાહેર રોડ ઉપર મયંક શિવાજીભાઈ ગામીત (રહે.નાની ચીખલી ગામ, મોટું ફળિયું, વ્યારા)નાઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે વિજયભાઈને કઈ પણ બોલ્યા ના હતા અને વિજયભાઈ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/26/કે/1322 લઈ જતા હતા.



તે સમયે બાઈક સામે ફોર વ્હીલ કાર સામે ઉભી કરી દીધી હતી અને કારમાંથી મયંક ગામીત અને તેમની સાથેનો સુનીલભાઈ વીરસિંગભાઈ ગામીત (રહે.નાની ચીખલી ગામ, દાદરી ફળિયું, વ્યારા) નાઓ બંને જણા કારમાંથી ઉતરી ત્યાં આગળ પડેલ મહેદીના લાકડા એક-એક ઊંચકીને મયંકભાઈએ વિજયભાઈનાં કપાળ ઉપર એક સપાટો મારી દીધો હતો તેમજ સુનીલભાઈએ પણ ડાબા હાથ ઉપર તથા ડાબા પગ ઉપર એક એક સપાટો મારી દીધો હતો.



ત્યારબાદ બંને જણા નાલાયક ગાળો આપી હતી અને મયંકભાઈએ કીધું હતું કે, ‘આજે તો તું બચી ગયો છે, જયારે બીજીવાર મળશે તો તને જાનથી મારી નાંખવાની આપી હતી’. ત્યારબાદ 108ની મદદથી વિજયભાઈને વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે વિજયભાઈ ગામીતે વ્યારા પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application